અમારા વિશે

ગુજરાત રાજ્ય મહિલા આયોગની રચના ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધિનિયમ ૨૦૦૨ અંતર્ગત માર્ચ-૨૦૦૫ માં કરવામાં આવેલ છે. આયોગનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના બંધારણીય અને કાનુની હકકના રક્ષણનું છે. અને મહિલાઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિકાસનો છે. ગુજરાત રાજ્ય મહિલા આયોગની એક માત્ર કચેરી ગાંધીનગર ખાતે આવેલ છે. આયોગ તરફથી મહિલાઓના કોઈપણ પ્રકારના પ્રશ્નો અંગે હલ શોધવો, માર્ગદર્શન આપવાનું કામ કરવામાં આવે છે અને આયોગ તપાસના હેતુ માટે દિવાની કાર્યરીતિ, અધિનિયમ હેઠળ દિવાની કોર્ટમાં જે સત્તાઓ નિહિત થયેલ છે તે મુજબ કામ કરી શકે છે. કોઈપણ મહિલા આયોગ

માં પોતાની મુશ્કેલી/ પ્રશ્નો અંગે કામકાજના દિવસો દરમ્યાન અધ્યક્ષાશ્રી અથવા સભ્ય સચિવશ્રીને રૂબરૂ મળીને માર્ગદર્શન મેળવી શકે છે. તેમજ રૂબરૂ/ ટપાલ/ ફેક્સથી પણ અરજી આપી શકે છે.