NRI Cell

બિન નિવાસી ભારતીય સાથેનાં લગ્નનાં કિસ્સામાં મહિલાઓને અનુભવાતી/પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં આવી છે. ભોગ બનેલ મહિલાઓનાં પ્રશ્નોનાં ઉપાય અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ બાબતે ઓગસ્ટ-૨૦૦૮માં રાજય મહિલા આયોગ ખાતે બિન નિવાસી ભારતીય એકમની શરૂઆત કરવામાં આવેલી છે.

આ અંગે પીડીત મહિલાને ઓફીસ સમય દરમ્યાન માર્ગદર્શન તેમજ સલાહસુચન આપવામાં આવે છે, પોલીસ ખાતા દ્રારા જરૂરી તપાસ તેમજ પૃથ્થકરણ કરી આ ફીરયાદ ભારત સરકારની રાષ્ટ્રીય મહિલા આયોગની કચેરીને ઉચિત ભલામણો સાથે મોકલી આપવામાં આવે છે. માર્ચ-૨૦૧૩ સુધીમાં આવી ૭૬ અરજીઓ પ્રાપ્ત થયેલ છે.

ક્ષેત્રીય સંમ્મેલનમાં બિન નિવાસી ભારતીય પાસેથી મળેલ અરજી તેમજ સુચાનોથી લગ્ન નોંધણીનાં નમૂનામાં ફેરફાર કરવામાં આવેલ છે.

Click here to view in English