Research
સંશોધન એકમએ આયોગની મહત્વ‍ની શાખા છે જે રાજ્યમાંથી મળેલ ફરીયાદની તપાસનું કાર્ય કરે છે ફરીયાદો મહિલાઓનાં કાનુની હક્કોનું હનન તેમજ તેઓને થતાં અન્યાપયો બાબતની હોય છે.

આ અંગે ફરીયાદો લેખીત સ્વારૂપે લેવામાં આવે છે પરંતુ ઘણીવાર આયોગ પોતાની રીતે (સુઓ મોટો) સમાજમાં મહિલા પ્રત્યેય થયેલ અત્યંનત ગંભીર ગુનામાં રાજ્ય મહિલા આયોગ અધિનિયમ-૨૦૦૨ની કલમ ૧૪ હેઠળ જાતે તપાસ કરે છે સને ૨૦૦૫ થી મહિલા આયોગને મળેલ આવી અરજીઓની સંખ્યાો નીચે મુજબ છે.

અનુ. નં વર્ષ વર્ષ દરમ્યાન મળેલ અરજીઓ
૨૦૦૭-૦૮
૨૦૦૮-૦૯ ૧૭
૨૦૦૯-૧૦ ૧૬
૨૦૧૦-૧૧ ૧૬
૨૦૧૧-૧૨
૨૦૧૨-૧૩ ૧૩


ઉપરોક્ત મુજબની વિગત જોતા ફરીયાદની સંખ્યાતમાં ઉત્તરોતર વધારો થતો જણાય છે જે ઉપરથી એમ જણાવી શકાય કે રાજ્યમાં મહિલાઓમાં જાગૃતી આવેલ હોવાનું જણાય છે આ ઉપરાંત રાજ્ય મહિલા આયોગનાં જાગ્રત તેમજ સતત પ્રયાસના કારણે આવું થયેલ હોવાનું જણાવી શકાય છે.

ફરીયાદ એકમ દ્રારા કરાતી કાર્યવાહી

ઉપરોકત એકમ દ્રારા ફરીયાદીની ફરીયાદ પર પુરતુ ધ્યાન આપી તેને ઉચિત ન્યાય મળે તેવા પગલાં લેવામાં આવે છે. આ અંગે ફરીયાદો પર નીચે જણાવ્યા પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે છે.

ખાસ બાબતે પોલીસને ચોક્કસ સુચન આપી તેનુ સંચાલન કરવામાં આવે છે.

કૌટુંબિક ઝઘડાઓમાં કાઉન્સીંલીંગ દ્રારા સમાધાન કરાવવા પ્રયાસ કરવામાં આવે છે. ગંભીર પ્રકારના ગુનામાં તપાસ હાથ ધરી સાક્ષીઓને ચકાસી પુરાવા મેળવી તે અંગેનો અહેવાલ ઉચિત ભલામણ સાથે સબધિતને મોકલી આપવામાં આવે છે.

આયોગ દ્રારા ત્રીમાસિક નિયમીત રીતે જીલ્લા કક્ષાએ અરજીઓ ધ્યાને લઇ વિભાગ/ ખાતાની પડતર ફરીયાદનું અવલોકન કરવામાં આવે છે. જેમાં ફરીયાદના નિકાલ બાબતે જરૂરી સુચના તેમજ દિશા-સુચન કરવામાં આવે છે. માર્ચ-૨૦૧૩ સુધીમાં કુલ મળેલ અરજી ૬૯૦૬ હતી.જ્યારે નિકાલ થયેલ અરજી ૫૫૯૭ હતી.

Click here to view in English